Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ટવીલાઇટ મોશન ફિલ્મસ દ્વારા વેબ સીરીઝ 'સફર'નું નિર્માણ

રાજકોટ : ટવિલાઇટ મોશન ફિલ્મસ પ્રસ્તુત નવી ગુજરાતી વેબ સીરીઝ 'સફર' ટુંક સમયમાં આવી રહી છે. જેના ડાયરેકટર પ્રશાંત દેશાવલ અને રાઇટર નીરજ બકરાણીયા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા એકટ્રેસ આંચલ શાલ, માનસી ઓઝા, એકટર રિકકી કેશરીયાએ અભિનયના ઓજસ પાથર્યા છે. પેશન અને પ્રોફેશન વચ્ચે ગુંચવાયેલ યંગ જનરેશનની લવ સ્ટોરી આલેખવામાં આવી છે. દીપેક્ષ ગુજરાતી પ્રોડયુસર અને ધ્રુવ દેશાવલ કો-પ્રોડયુસર છે. શુભમ ગજેરા લાઇન પ્રોડયુસર છે. ટ્વીલાઇટ મોશન ફિલ્મસ નામની યુ-ટયુબ ચેનલમાં આ વેબ સીરીઝ રીલીઝ થશે.

(3:48 pm IST)