Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ગુરમિતે ઉજવ્યો ૩૩મો જન્મદિવસ

ટીવી અને ફિલ્મ અભિનેતા ગુરમિત ચોૈધરીએ તાજેતરમાં પોતાનો ૩૩મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફિલ્મો કરતાં તે ટીવી શોને કારણે વધુ જાણીતો બન્યો છે.ગુરમિત ચોૈધરી પોતાના પરફેકટ અંદાજથી ચાહકોના દિલ જીતવામાં સફળ રહે છે. રાતે તેણે બર્થડેની ધૂમધામથી ઉજવણી કરી હતી. ગુરમિતે પત્નિ દેબીના અને ખાસ મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેની પત્નિ સાથેની તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. જેમાં બંને આકર્ષક લાગી રહ્યા છે. ગુરમિત પ્રિન્ટેડ સ્વેટર અને બ્લુ ડેનિમમાં પરફેકટ દેખાઇ રહ્યો હતો. તો દેબીના પ્રિન્ટેડ ગ્રીન શોર્ટમાં જબરદસ્ત દેખાઇ રહી હતી. ગુરમિતે મિત્રો અને મિડીયાની હાજરીમાં કેક કાપી હતી. ગુરમિતે યે મેરી જિંદગી હૈ, માયાવી, ગીત, રામાયણ, પુનર્વિવાહ સહિતના શો કર્યા છે. બંધની, છોટી બહૂ અને હિન્દી ફિલ્મોમાં પણ તે કામ કરી ચુકયો છે.  

(10:10 am IST)