Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

'અતરંગી રે' બાદ બોલીવુડમાં અન્ય બે પ્રોજેકટ સાઇન કર્યા ધનુષે

તેણે સાઉથમાં ઘણી હિટ અને સારી-સારી ફિલ્મો આપી છે

મુંબઇ,તા. ૨૭ : ધનુષે 'અતરંગી રે'બાદ બોલીવુડમાં વધુ બે ફિલ્મ સાઇન કરી હોવાની ચર્ચા છે. આનંદ એલ. રાયની 'અતરંગી રે'માં તેની સાથે સારા અલી ખાન અને અક્ષયકુમારે કામ કર્યું હતું. તેણે સાઉથમાં ઘણી હિટ અને સારી-સારી ફિલ્મો આપી છે. છેલ્લાં ત્રણ–ચાર વર્ષમાં તે ખૂબ જ અદ્ભુત ફિલ્મો આપી રહ્યો છે. 'અતરંગી રે'અને 'રાંઝણા'બાદ ધનુષ અને આનંદ એલ. રાય હવે એક એકશન લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે. આ એક સંપૂર્ણ કમર્શિયલ ફિલ્મ હશે. આ સિવાય ધનુષે અન્ય એક પ્રોડકશન હાઉસની મોટી ફિલ્મ પણ સાઇન કરી છે. આ બન્ને ફિલ્મની જાહેરાત કયારે થાય છે એ જોવું રહ્યું.

(10:29 am IST)