Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પરિણીતી ચોપડા આ ફિલ્મને માને છે પરફેક્ટ ફિલ્મ

મુંબઈ:પરિણીતી ચોપડાનું કહેવું છે કે અક્ષયકુમાર સાથે પહેલી વાર કામ કરવા માટેકેસરીએકદમ પર્ફેક્ટ ફિલ્મ છે.

પરિણીતી છેલ્લા ઘણા સમયથી અક્ષય સાથે કામ કરવા માટે રાહ જોઈ રહી હતી અને તેની પ્રતીક્ષાકેસરીથી પૂરી થઈ છે. ‘કેસરીમાં તેના પાત્ર વિશે પૂછતાં પરિણીતીએ કહ્યું હતું કે એક સીક્રેટ છે, પરંતુ હું ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છું. મને ગર્વ છે કે હુંકેસરીમાં છું, કારણ કે ધર્મા પ્રોડક્શનની ખૂબ મોટી ફિલ્મ છે. હું ઘણા સમયથી અક્ષયસર સાથે કામ કરવા માગતી હતી. મારું માનવું છે કે તેમની સાથે કામ કરવા માટેકેસરીએક પર્ફેક્ટ ફિલ્મ છે, કારણ કે તેઓ પંજાબી છે અને વિષયને તેઓ ખૂબ સારી રીતે ફીલ કરી શકે છે. ફિલ્મ ખૂબ ગ્રૅન્ડ સ્કેલ પર બની રહી છે અને એનું શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ આતુર છું.’

 

(11:26 am IST)