Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ગુજરાતી નાટક પર આધારિત ફિલ્મમાં નજરે પડશે કાજોલ

મુંબઈ: છેલ્લી ફિલ્મ દિલવાલે બાજ દિગ્ગજ અભિનેત્રી કાજોલ બોલીવુડની સિલ્વર સ્ક્રીનથી જાણે અદ્રશ્ય છે. જો કે આ દરમિયાન તે દક્ષિણ ભારતની તમિલ ફિલ્મ વીઆઈપી-૨માં અભિનેતા ધનુષ સાથે નજરે પડી હતી. જો કે બોલીવુડમાં કાજોલના પ્રશંકો તેની ફિલ્મની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. 
ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાજોલ અત્યારે ગુજરાતી ફિલ્મમેકર આનંદ ગાંધીના નાટક બેટા કાગડો પર આધારીત એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનુ ડાયરેક્સન પ્રદિપ સરકાર કરી રહ્યા છે. આ ફિલ્મને કાજોલના પતિ અજય દેવગણ અને અભિનવ શુક્લા મળીને પ્રોડયુસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં કાજોલ એક મહત્વકાંક્ષી સિંગરની ભૂમિકા ભજવશે. અત્યારે આ ફિલ્મનુ નામ ઈલા જણાવવામાં આવી રહ્યુ છે. 
સૂત્રોના દાવા મુજબ આ ફિલ્મમાં કાજોલ એક આધુનિક યુવતીની ભૂમિકામાં છે જેને ગાવવુ પસંદ છે. તે સિંગર બનીને ફેમસ થવા માંગે છે પરંતુ ઘરના જબરજસ્તી તેના લગ્ન કરાવી દે છે. જો કે બાદમાં તે પતિને છોડી દે છે અને એકલા જ પોતાના બાળકોને ઉછેરે છે. સાથે જ આ યુવતી પોતાની સિંગીગ સ્કીલને મજબૂત બનાવે છે. તેમજ તેની ટેલેન્ટના કારણે દુનિયાભરમાં જાણીતી બને છે. જો કે આ ફિલ્મમાં કોજાલ સિવાયના કલાકારોની શોધખોળ હજી ચાલી રહી છે. જે પૂર્ણ થતા ફિલ્મનુ શુટિંગ શરૃ કરાશે.

(5:36 pm IST)