Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ત્રણેય ખાન સાથે કામ કરવામાં વધુ મજા આવે છેઃ કેટરીના

કેટરીના કૈફની સલમાન ખાન સાથેની ટાઇગર જિંદા હૈ રિલીઝ થઇ ચુકી છે. તે બોલીવૂડમાં આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાન એમ ત્રણેય સાથે કામ કરી ચુકી છે. તે કહે છે આ ત્રણેય સાથે કામ કરવાનું મને વધુ ગમે છે. તેની સાથે કામ કરવામાં તમે સાઇડ લાઇનમાં રહી જતાં નથી. આમિર ખાન ઇન્ડસ્ટ્રીનો સૌથી શ્રેષ્ઠ અભિનેતા છે. સલમાન અને શાહરૂખ આ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ટેલેન્ટ્સ છે. મને તેની સાથે   કામ કરતી વખતે સેટ પર હમેશા ખુશખુશાલ માહોલનો અનુભવ થયો છે. કેટરીના કહે છે કે કોઇ અભિનેત્રીએ પોતાની તાકાત બતાવવા એકલા પાત્રો ભજવવા ન જોઇએ. એક પાવરફુલ મેન સાથે મહિલાને પણ પાવરફુલ રોલ મળતાં થયા છે. કેટરીનાએ ટાઇગર જિંદા હૈમાં પાકિસ્તાની જાસૂસ જોયાનું પાત્ર ભજવ્યું છે.

(9:23 am IST)