Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અનુભવ સિન્હાની ફિલ્મમાં આ પાત્રમાં જોવા મળશે રુચા

મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ સેક્શન375માં દમદાર અભિનય પછી હવે અભિનેત્રી રુચા ચઢ્ઢા પોતાના આગામી પ્રોજેક્ટ અભી તો પાર્ટી શરૂ હુઈ હે સાથે આવવાની તૈયારી કરી રહી છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત ફિલ્મ એક બ્લેક કોમેડી છે જેમાં રુચા એક કર્મશીયલ સેક્સ વર્કરના પાત્રમાં નજરે પડશે.

            પોતાની આગામી ફિલ્મની વિષે વાત કરતા રૂચાએ જણાવ્યું છે કે હાલમાં દરેક પ્રકારના તે પાત્ર નિભાવી રહી છે એવામાં પોતાના વ્યક્તિત્વના બધા પહેલુઓ વિષે તે જાણવાનો પ્રયત્ન કરે છે અનુભવ સિન્હા સાથે ફિલ્મમાં તે કોમેડી કરી રહી છે.

(5:58 pm IST)