Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અત્યંત ખુશ છે અંકિતા લોખંડે

કારકિર્દીના પ્રારંભમાં જ ટાઇગર શ્રોફે બોલીવૂડમાં નામના મેળવી લીધી છે અને ફ્રેન્ચાઇઝીનો ભાગ બની ગયો છે. બાગી તેની લોકપ્રિય સિરીઝ છે. આગલી બે ફિલ્મો સુપરહિટ નિવડ્યા પછી હવે બાગી-૩ આવી રહી છે. આ ફિલ્મ માટે ટાઇગર શ્રોફ, શ્રધ્ધા કપૂર અને રિતેશ દેશમુખની પસંદગી થઇ ચુકી હતી. હવે અંકિતા લોખંડેનું નામ પણ સામે આવ્યું છે. ટીવીની દુનિયાનું લોકપ્રિય નામ ગણાતી અંકિતા હવે બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકી છે. તેની કંગના સાથેની મણિકર્ણિકા ફિલ્મને લોકોએ વખાણી હતી. હવે બાગી-૩માં તેને રોલ મળ્યો છે. અંકિતા કહે છે મારું પાત્ર ખુબ જ સશકત છે, મને ઓફર થતાં જ મેં હા કહી દીધી હતી. બાગી-૩નું નિર્દેશન અહેમદ ખાન કરી રહ્યા છે. નિર્માતા સાજીદ નડિયાદવાલા છે. આવતા વર્ષે આવનારી આ ફિલ્મમાં એકશનનો ટ્રીપલ ડોઝ હશે. અંકિતા મોટા સ્ટાર સાથેની ફિલ્મ મળતાં અત્યંત ખુશ છે. સુશાંતસિંહ સાથે બ્રેકઅપ પછી અંકિતાનું નામ અન્ય સાથે જોડાયું હતું. ટીવી પરદેથી દૂર થઇ હાલમાં તે બોલીવૂડના પ્રોજેકટ પર વધુ ધ્યાન આપી રહી છે.

(9:38 am IST)