Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અભિનેતા આયુષ્‍માન ખુરાનાને ફિલ્મ આર્ટિકલ ૧પ રિલીઝ થતા પહેલા દિલ્હી સંસદ ભવનમાં સંવિધાનની પહેલી કોપી જોવાની ઇચ્છા

નવી દિલ્હી: અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની આગામી ફિલ્મ ''આર્ટિકલ 15''ની રિલીઝ પહેલાં પોતાની એક અનોખી ઇચ્છા પુરી કરવા માંગે છે. ફિલ્મના વિષયથી વધુ નજીક અનુભવે છે, અભિનેતા નવી દિલ્હીમાં સંસદ ભવનનો પ્રવાસ કરવા માંગે છે અને ભારતના સંવિધાનની પહેલી કોપી જોવા માંગે છે, જેને સંસદની લાઇબ્રેરીમાં એક વિશેષ હીલિયમથી ભરેલા સુટકેસમાં રાખવામાં આવી છે.

આયુષમાન ત્યાં રાખવામાં આવેલી હસ્તલિપિમાં જોવા માંગે છે જેમાં બધા રાઇટ્સ છે અને સંવિધાનની પહેલી કોપી જોવી તેમના માટે હકિકતમાં રોમાંચક અનુભવ હશે. એટલું નહી, પુસ્તક પણ ભારતીય ગણરાજ્યના સંવિધાનના 1,000 ફોટોલિથોગ્રાફિક પ્રતિકૃતિઓમાંથી એક છે, જે 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગૂ થઇ હતી. વિસ્તૃત એડિશનને ઓરિજનલ બનાવવામાં લગભગ પાંચ વર્ષ લાગ્યા અને તેને કૈલીગ્રાફીમાં લખવામાં આવ્યું છે.

આમ પહેલીવાર થયું છે જ્યારે બોલીવુડના કોઇ અભિનેતાએ આવી અનોખી ઇચ્છા વ્યક્ત કરી છે. આયુષ્માન ફિલ્મમાં પોતાના પાત્રની તૈયારી માટે પહેલાં વિષયની આસપાસ ઘણા સાહિત્ય વાંચી ચૂક્યા છે અને હવે અભિનેતાને વર્દીમાં જોવા માટે દર્શકોનો ઉત્સાહ સાતમા આસમાને છે.

ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા 'આર્ટિકલ 15''માં આયુષ્માન ખુરાના પહેલીવાર એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે, જે સાચી ઘટનાથી પ્રેરિત છે. જે લોકોએ ફિલ્મ જોઇ છે, તે પહેલાં તેને વર્ષની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ બતાવી રહ્યા છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત ''આર્ટિકલ 15'' 28 જૂન 2019ના રોજ રિલીજ થવા માટે તૈયાર છે

(4:54 pm IST)