Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

'ખાનદાની શફાખાના' ઉપર સોનાક્ષીને આશા

અભિનેત્રી સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલરને લોકો પસંદ કરી રહ્યા છે. બીજી તરફ પ્રિયંકા ચોપડાએ ટ્વિપર પર સોનાક્ષી સિન્હા અને વરૂણ શર્મા સ્ટાર ફિલ્મ ખાનદાની શફાખાનાનું ટ્રેલર પોસ્ટ કર્યુ હતું.  આ પાછળનું કારણ એ છે કે ફિલ્મમાં પ્રિયંકાનો ભાઇ સિધ્ધાર્થ પણ છે. પ્રિયંકાએ ભાઇના વખાણ કરતાં લખ્યું છે કે સિધ્ધાર્થ ચોપડા હું તારા કામથી ખુશ છું. મને તારા પર ગોૈરવ છે, આખી ટીમને ગૂડલક. જો કે પ્રિયંકાના આ લખાણ પરથી એ સ્પષ્ટ નથી થયું કે તેનો ભાઇ આ ફિલ્મ સાથે કઇ રીતે જોડાયેલો છે? તે અભિનય કરી રહ્યો છે કે પછી નિર્માતા બન્યો છે તે નક્કી થયું નથી. પોસ્ટરમાં પણ સિધ્ધાર્થનું નામ કયાંય નથી. આથી હવે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. શિલ્પીદાસ ગુપ્તા નિર્દેશીત આ ફિલ્મ ૨૬ જુલાઇએ આવશે. સોનાક્ષીને એક હિટ ફિલ્મની જરૂર છે. તેથી આ ફિલ્મ પર તેને ખુબ આશા છે. દબંગ ગર્લ તરીકે જાણીતી સોનાક્ષી ફરીથી દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મમાં સલમાન ખાન સાથે પણ જોવા મળશે.

(9:44 am IST)
  • નરેન્દ્રભાઇ આવતીકાલથી ત્રણ દિવસ જાપાનના પ્રવાશે : G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી આપશે હાજરીઃ ૨૭ થી ૨૯ જુન સુધી જાપાનના ઓસાકામાં યોજાશેઃ સંમેલન અમેરીકાના ડોનાલ્ટ્ર ટ્રમ્પ સાથે મુલાકાત કરશેઃ રશીયા, ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે નરેન્દ્રભાઇ access_time 1:09 pm IST

  • બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનાબનાવનાર : સામંત બન્યા રોના વડાઃ અરવિંદ આઇબીના વડા : બંને ૧૯૮૪ બેચના આઇપીએસ છે કેન્દ્રએ બંનેને મોટી જવાબદારી સોંપી access_time 4:23 pm IST

  • મનમોહનસિંઘને ભારત રત્ન એવોર્ડ અપાશે : સંસદમાં પ્રવચન દરમિયાન નરેન્દ્રભાઈએ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘને 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવશે : ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ access_time 6:16 pm IST