Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સંજય દત્તે શૅર કર્યુ 'સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3'નું ટીઝર

લખ્યુ છે કે, જી હાં મે હું ખલનાયક, અબ બન ગયા હું ગેંગસ્ટર

મુંબઈ :બોલીવુડના અભિનેતા સંજય દતની બાયોપિક સંજુ આગામી 29 જૂને રિલીઝ થઈ રહી છે. ત્યારે બીજી બાજુ સંજય દતે તેની અપકમિંગ ફિલ્મ સાહબ બીબી ઔર ગેંગસ્ટર 3નું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે જેને ખુદ સંજય દત્તે શેર કર્યુ છે.  
સંજય દતે શેર કરેલા 15 સેકન્ડમાં ટીઝરમાં તે પોતાના હાથમાં બંદૂક લઈને જોવા મળી રહ્યો છે. તેણે ટિઝર શેર કરતા લખ્યુ છે કે, જી હાં મે હું ખલનાયક, અબ બન ગયા હું ગેંગસ્ટર.

(7:45 pm IST)