Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

શાહરૂખખાને લંડન સ્થિત પોતાના ઘરની ચાવી ઈરફાનને આપી હોવાની વાતમાં નવો વળાંક

મુંબઈ :તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે બોલીવુડના અભિનેતા કિંગખાને ઈરફાન ખાનની મુલાકાત કરી તેને પોતાના લંડન સ્થિત ઘરની ચાવી ઈરફાનને આપી મદદ કરી હતી. જો કે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે
  ઈરફાનના પ્રવક્તાએ આપેલા નિવેદનમાં સ્પષ્ટ કહ્યુ છે કે, શાહરૂખે ઈરફાન ખાનને મદદ કરી હોવાના સમાચાર તદ્દન ખોટા છે. જે પણ સમાચાર આવ્યા છે. તે કોઈ વ્યક્તિના મનની કલ્પના માત્ર છે.

(7:45 pm IST)