Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વિશ્વમાં સૌથી નીચા રેટીંગવાળી ફિલ્મોમાં સલમાનની 'રેસ-૩'નો સમાવેશ

મુંબઈ તા. ૨૬ : વિશ્વની ૧૦૦ સૌથી નીચા રેટિંગવાળી ફિલ્મોની IMDbની યાદીમાં સલમાન ખાન અભિનીત 'રેસ ૩' એકશન ફિલ્મનો પણ સમાવેશ કરાયો છે. આ ફિલ્મને ૨.૭ સ્ટાર્સનું રેટિંગ મળ્યું છે.

આ યાદીમાં તુર્કીની ફિલ્મ 'કોડ નેમઃ K.O.Z.' પહેલા નંબર પર છે. ત્પ્ઝ્રણુ એટલે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ, જે વિશ્વભરની ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમો સંબંધિત માહિતીનો ઓનલાઈન ડેટાબેઝ છે.

IMDbની યાદીમાં બોલીવૂડની અનેક ફિલ્મોનો સમાવેશ કરાયો છે, જેમ કે, 'તીસ માર ખાન', 'હિંમતવાલા' (અજય દેવગનવાળી), 'હમશકલ્સ'. ગઈ ૧૫ જૂને રિલીઝ કરાયેલી 'રેસ ૩' ફિલ્મે વિશ્વભરમાં અત્યાર સુધીમાં રૂ. ૨૭૦ કરોડની કમાણી કરી છે.(૨૧.૧૦)

(11:31 am IST)