Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

'જિનીયસ' થકી બોલીવૂડમાં જોરદાર એન્ટ્રી કરશે ઉત્કર્ષ

ગદ્દર ફિલ્મમાં સની દેઓલના પુત્રનો રોલ નિભાવી ચુકેલો નાનકડો ઉત્કર્ષ શર્મા જિનીયસ નામની ફિલ્મથી બોલીવૂડમાં હીરો તરીકે આવી રહ્યો છે. ઉત્સષના પિતા અનિલ શર્માએ જ ગદ્દર બનાવી હતી. ઉત્કર્ષની પહેલી ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ગદ્દરમાં તેણે સની દેઓલ અને અમિષા પટેલના પુત્રની ભૂમિકા નિભાવી હતી. જિનીયસનું નિર્દેશન અનિલ શર્માએ જ કર્યુ છે. અનિલે અગાઉ ગદ્દર, હીરો જેવી ફિલ્મો સની દેઓલ સાથે બનાવી છે.  ઉત્કર્ષ ફિલ્મમાં દિલ અને દિમાગની લડાઇ હશે. ફિલ્મનું શુટીંગ મોરેશિયસમાં થયું છે.  ૨૪મી ઓગષ્ટના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે. હિરોઇન તરીકે ઇશિતા ચોૈહાણ છે. નવાજુદ્દિન સિદ્દીકી ખાસ રોલમાં છે. ટિઝર જોતાં લવસ્ટોરી સાથે જબરદસ્ત એકશન જોવા મળશે તેમ જણાય છે.  

(9:59 am IST)