Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

કોરોના કાળમાં અક્ષય કુમારે ફરીથી લંબાવ્યો મદદ માટે હાથ: 3600 ડાન્સરોને ભોજન આપવાની લીધી જવાબદારી

મુંબઈ: COVID-19 રોગચાળાની બીજી લહેર ફરી એકવાર ઘણા લોકોને મુશ્કેલીમાં મુક્યા છે. ઘણા લોકો બેકાર બની ગયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શુટિંગ કાં તો જુદા જુદા શહેરોમાં શિફ્ટ થઈ ગયું છે અથવા કેસોમાં વધારાને કારણે શૂટિંગ અટકી ગયું છે. દરમિયાન અક્ષય કુમાર ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. અહેવાલ મુજબ અક્ષય કુમારે દર મહિને 3600ડાન્સરોને રેશન આપવાની જવાબદારી લીધી છે. કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ એક મુલાકાતમાં આ માહિતી આપી હતી.

(5:29 pm IST)