Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

જેઠાલાલનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૨૬ :. અભિનેતા જેઠાલાલ આજે જન્મ દિવસ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના અભિનયથી લોકહૈયે વસેલા જેઠાલાલે અનેક હિન્દી ફિલ્મો અને ગુજરાતી - હિન્દી નાટકોમાં તથા સિરીયલોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

જેઠાલાલનો જન્મ તા. ૨૬-૫-૧૯૬૮ના રોજ પોરબંદર જિલ્લાના ગોસા ગામમાં થયો છે. તેમણે મુંબઈની કે.એન.એમ. કોલેજમાં કોમર્સ અને ઈકોનોમિકસમાંથી બી.કોમ.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.

તેમનુ સાચુ નામ દિલીપ જોશી છે પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો અભિનય કરીને તેઓ ખૂબ જ જેઠાલાલના નામથી જાણીતા થયા છે. ૧૯૮૯માં દિલીપ જોશીએ સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીતિ મૈંને પ્યાર કિયા ફિલ્મમાં રામુનુ પાત્ર ભજવીને અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

દિલીપ જોશીએ શુભમંગલ સાવધાન, કભી એ કભી વો, કયા બાત હૈ, હમ સબ એક હૈ, દાલમે કાલા, મેરી બીવી વન્ડરફુલ, અગડમ-બગડમ-તિગડમ જેવી અનેક સિરીયલો અને ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે. જેઠાલાલને અભિનય ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

(4:04 pm IST)