Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

વીસ વર્ષ પછી ફરી સાઉથમાં શિલ્પાના કદમ

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામનો એક સમયે બોલીવૂડમાં ડંકો વાગતો હતો.  પણ લગ્ન પછી તે બોલીવૂડમાંથી ગાયબ થઇ ગઇ હતી. હવે તે ફરીવાર ફિલ્મોમાં કામ કરી રહી છે. હંગામા-૨ અને નિકમ્મા નામની તેની ફિલ્મો આવી રહી છે. તો બીજી તરફ વીસ વર્ષ પછી તે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ કમબેક કરશે. તે એક તેલુગુ ફિલ્મ પણ કરી રહી છે. મહેશ બાબુ અભિનિત ફિલ્મ એસએસએમબી૨૮માં શિલ્પા ખુબ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે શિલ્પાનો સંપર્ક સાધવામાં આવતાં તેણે કામ કરવાની હા પાડી હતી. શિલ્પા ફિલ્મમાં મહેશ બાબૂની કાકીનો રોલ નિભાવે તેવી શકયતા છે. ૧૯૯૬માં શિલ્પાએ શાશા વીરદૂ સાગરા કન્યા નામની ફિલ્મથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યા હતાં. ૨૦૦૧માં આવેલી ભલેવાદેવી નામની ફિલ્મ પણ તેણે કરી હતી. હવે વીસ વર્ષ પછી ફરીથી તેલુગુ ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ત્રિવિક્રમ શ્રીનિવાસ કરી રહ્યા છે. ઓગષ્ટમાં શુટીંગ શરૂ થશે. મહેશ બાબૂ રો એજન્ટના રોલમાં હશે.

(10:10 am IST)