Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

તમારે ના કહેવા તૈયાર રહેવું પડેઃ કિર્તી કુલ્હારી

અભિનેત્રી કિર્તી કુલ્હારી ફિલ્મો અને વેબ સિરીઝના પોતાના અભિનયથી સતત દર્શકોમાં ચાહના વધારી રહી છે. તેના અભિનયના પણ ખુબ વખાણ થતાં રહે છે.  કિર્તીએ કહ્યું હતું કે કોઇપણ કલાકાર પોતાને એક જ પ્રકારના પાત્રમાં સિમીત રાખવા ઇચ્છતો હોતો નથી. આ માટે તેને અનેક પ્રોજેકટમાં કામ કરવાની ના પાડવાની તૈયારી પણ રાખવી પડે છે. કિર્તીએ કહ્યું કે  તમે જો ટાઇપકલાસ થઇ જાવ તો એ માટે તમે પોતે જ જવાબદાર છો. તમારે વિકલ્પો પસંદ કરવા પડશે અને ના કહેતાં શીખવું પડશે. આ સરળ નથી, પરંતુ તમે જો આવું કરી શકતાં ન હો તો પછી ફરિયાદ પણ ન કરો. કિર્તી કહે છે હું મારા બનાવેલા કડક નિયમોને કારણે જ એક જ પ્રકારના પાત્રો વારંવાર નિભાવવાથી બચતી રહુ છું. ૨૦૧૦માં કિર્તીએ ફિલ્મ ખીચડી-ધ મુવીથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી તેણે શૈતાન, સુપર સે ઉપર, જાલ, પિન્ક, ઇન્દુ સરકાર, બ્લેકમેલ, ઉરી, મિશન મંગલ, ક્રિમીનલ જસ્ટીસ સહિતની ફિલ્મો-શો કર્યા છે.

(10:10 am IST)