Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ફિલ્મ પ્રમોશનમાં દિશાએ ટાઇગર વિશે કહી આ વાત

મુંબઇ: અભિનેત્રી દિશા પટની આજકાલ અપસેટ રહેતી હોવાની માહિતી મળી હતી. પોતે પણ ફિલ્મમાં ટાઇગર જેટલોજ પરસેવો વહાવ્યો હતો અને ખૂબ મહેનત કરી હતી છતાં બધા ફક્ત ટાઇગરને મહત્ત્વ આપે છે એવું એેને લાગ્યા કરે છે. એક સૂત્રે આ માહિતી આપતાં કહ્યું, 'ફિલ્મના પ્રમોશન વખતે બંને વચ્ચે ફાઇટ થઇ હતી. દિશાને સતત એમ લાગતું હતું કે બધો યશ અને પ્રચાર ટાઇગર મેળવી જાય છે, પોતાની (દિશાની ) જોઇએ તેવી નોંધ લેવાતી નથી. દિશા એક ટ્રેઇન્ડ ડાન્સર છે છતાં પોતાને ફિલ્મમાં

એકાદ ડાન્સની પણ તક આપવામાં ન આવી એ હકીકત પણ એને ડંખે છે. આ સૂત્રે વધુમાં કહ્યું કે એ એમ માને છે કે ડાયરેક્ટર અહમદ ખાન પોતે એક અચ્છા કોરિયોગ્રાફર છે અને દિશા ટ્રેઇન્ડ ડાન્સર છે એ હકીકત અહમદ ખાન જાણે છે છતાં દિશાને બાગી ટુમાં એક પણ ડાન્સ કરવાની તક આપી નહોતી. એટલે દિશાને એમ થાય છે કે પોતાને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ સર્જકોએ ટાઇગર દ્વારા કરાયેલા એક અતિ જોખમી સ્ટંટને હાઇલાઇટ કરતો વિડિયો પ્રમોશન રૃપે રિલિઝ કર્યો હતો પરંતુ દિશાનો એમાં એક પણ સીન નહોતો એ વાત પણ દિશાને ખટકી હતી. એને એમ હતું કે ટીઝર ટ્રેલરમાં બંને મુખ્ય પાત્રોને યોગ્ય ફૂટેજ મળવું જોઇએ. પરંતુ એવું બન્યું નહોતું. ટાઇગરે આ સ્ટંટ માટે ખાસ પ્રકારની તાલીમ સુદ્ધાં લીધી હતી.

(4:39 pm IST)