Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સલમાન ખાને 'રેસ-3'નો અનિલ કપૂરનો લૂક કર્યો શેયર

મુંબઇ:સુપર સ્ટાર સલમાન ખાને સોશ્યલ મિડિયા પર પોતાની આગામી ફિલ્મ રેસ થ્રીમાં સિનિયર અભિનેતા અનિલ કપૂરના લૂકને રિલિઝ કર્યો હતો અને સાથે મૂકેલા સંદેશામાં જણાવ્યું, સમશેર ભાઇજી... હમરે બોસ... આ લૂકમાં અનિલ કપૂર ખીચડિયા વાળ અને દાઢીમૂછ સાથે દેખાય છે. એના હાથમાં પિસ્તોલ છે જે કોઇની સામે તાકેલી છે. રેસની સિરિઝમાં અનિલ કપૂર પહેલાં પણ હતો. રેસ થ્રીમાં એના મૂળ પાત્રને બદલે સલમાને એને બીજું પાત્ર આપ્યું છે પરંતુ અનિલ એ પાત્રથી ખુશ છે એવું જોઇ શકાય છે. એ અગાઉ પણ વેલકમ, રામ લખન વગેરે ફિલ્મોમાં ટપોરી ટાઇપનું પાત્ર સફળતાથી ભજવી ચૂક્યો છે. અનિલે પોતે આ લૂક સાથે સોશ્યલ મિડિયા પર લખ્યું છે,'અગાઉ ઘણી ફિલ્મોમાં મેં મારા લૂકને અલગ અલગ રીતે રજૂ કર્યું છે પરંતુ રેસ થ્રીનો મારો આ લૂક મારો સૌથી ફેવરિટ છે. ૨૦૦૮ની રેસમાં મારો લૂક નક્કી થયો હતો પરંતુ રેસ થ્રીનો મારો લૂક મને પોતાને ખૂબ ગમતો અને સ્પેશિયલ છે...' વાસ્તવમાં રેસ થ્રીના ડાયરેક્ટર અને પાત્રો બદલાયાં ત્યારે અનિલ પોતાના મૂળ પાત્રને વળગી રહેવા માગતો હતો અથવા ફિલ્મ છોડી દેવાના મૂૂડમાં હતો પરંતુ સલમાન ખાને એને સમજાવી લીધો હતો અને રેસ થ્રીમાં આગલી કડી કરતાં એને જુદું પાત્ર આપ્યું હતું. પહેલી બે કડીમાં એણેે ઇન્સ્પેક્ટર રોબર્ટ ડી'કોસ્ટાનો રોલ કર્યો હતો
 

(4:37 pm IST)