Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સંજય દત્ત ફરી કોમેડી કરશે

સંજય દત્તે ભૂમિ ફિલ્મથી કમબેક કર્યુ છે. ફિલ્મ ભલે ચાલી ન હોઇ પરંતુ તેના ચાહકોને આ બાબતથી કોઇ ફરક નથી પડ્યો. સંજય દત્તની મુન્નાભાઇ એમબીબીએસ અને ધમાલ જેવી ફિલ્મોને ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે ફરીથી તે આવા જોનરની ફિલ્મો કરવાનો છે. સંજય દત્તની આગામી ફિલ્મનું નામ બ્લોકબસ્ટર છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હશે. સંદિપસિંહના નિર્માણમાં બનનારી આ ફિલ્મનું નિર્દેશન અજય ઓરડા અને લવલ અરોડા કરશે. બંને નિર્દેશક સંજય દત્તના ખુબ સારા મિત્ર છે. સંજયે કહ્યું હતું કે મને કોમેડી ફિલ્મો કરવી ખુબ ગમે છે. બ્લોકબસ્ટર ખુબ મોટી ફિલ્મ બનશે. નિર્દેશકોએ કહ્યું હતું કે અમારા માટે પણ આ ફિલ્મ મોટી તક સમાન છે. રાજકુમાર હિરાની અને ડેવિડ ધવને પણ સંજય દત્તની ફિલ્મથી નિર્દેશક તરીકે શરૃઆત કરી હતી.

(10:11 am IST)