Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

1 માર્ચના રિલીઝ થશે રજનીકાંતની ફિલ્મ 'કાલા'નું ટીઝર

મુંબઈ:સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કાલાની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ફિલ્મનું નવુ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યુ છે જેની સાથે ફિલ્મના ટીઝરની રીલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનું ટીઝર માર્ચે રીલીઝ કરવામાં આવશે અને ફિલ્મના નવા પોસ્ટરની વાત કરવામાં આવે તો આમાં રજનીકાંતનો અલગ અંદાજ જોવા મળ્યો છે. મહત્વનુ છે કે ફિલ્મ ૨૭ એપ્રિલે રીલીઝ થવા જઈ રહી છે. જોકે, પહેલા એવુ માનવામાં આવી રહ્યુ હતું કે ફિલ્મ રજનીકાંતની ફિલ્મ . પછી રીલીઝ થશે. કાલા ફિલ્મનું નિર્દેશન પીએ રંજીતે કર્યુ છે અને ફિલ્મને લાઈકા પ્રોડક્શન દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. સુપરસ્ટાર રજનીકાંત ઉપરાંત ડાયરેક્ટર સુબબરાજની ફિલ્મમાં પણ આગામી સમયમાં નજરે પડશે. 

 

 

(3:54 pm IST)