Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સાક્ષી આજથી ફરી ટીવી પરદેઃ શોની સંચાલક બની

અભિનેત્રી સાક્ષી તન્વર ખાનપાન પર આધારીત ટીવી શો 'ત્યોહાર કી થાલી'નું સંચાલન કરશે. તે પારંપરિક વ્યંજનો પર  આધારીત શો થકી કમબેક કરવા માટે ખુશ છે. સાક્ષી કહે છે હું આ શો થકી જુદા-જુદા ભારતીય તહેવારો અને પરંપરાઓ વિશે ઘણું જાણી ચુકી છું. ત્યોહાર કી થાલી શો સાથે મારો અનુભવ ખાસ રહ્યો છે. મને અનેક વ્યંજનો વિશે જાણવા મળ્યું છે.  ભારતીય સંસ્કૃતિના તહેવારો અને તે વખતે બનાવાતી ખાસ થાળી વિશે સમજવાની મને તક મળી છે. આ શોમાં માત્ર હિન્દુ તહેવાર જ નહિ નવરોજ, ઇદ, ગુરૂ પૂર્ણિમા, બૈસાખી સહિતના તહેવારોની ખાસ રેસીપી દેખાડવામાં આવશે. આજથી આ શો એપિક ચેનલ પર શરૂ થયો છે. સાક્ષીએ તાજેતરમાં વેબ સિરીઝ કર લે તુ ભી મહોબ્બતમાં રામ કપૂર સાથે કામ કર્યુ છે. તેણે દંગલમાં આમીર ખાનની પત્નિનો રોલ પણ નિભાવ્યો હતો.

(9:54 am IST)