Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

બીજાના કહેવાથી મને ઘણી મોટી ફિલ્મોમાંથી બહાર કરવામાં આવી છેઃ નિકિતા રાવલ

મુંબઈ: ગરમ મસાલા અને બ્લેક એન્ડ વ્હાઇટ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ફેમસ એક્ટ્રેસ નિકિતા રાવલે પોતાના વિશે મોટું નિવેદન આપ્યું છે. નિકિતાએ કહ્યું કે, 'બીજાના કહેવા પર તેને ઘણી મોટી ફિલ્મોમાંથી દૂર કરવામાં આવી છે'. પ્રી-ક્રિસમસ પર ન્યૂઝ હેલ્પલાઈન સાથે વાત કરતા નિકિતાએ પોતાના મંતવ્યો આપ્યા છે. પ્રી-ક્રિસમસ સેલિબ્રેશન વિશે જણાવતાં નિકિતાએ કહ્યું કે, "છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે અમે દિવાળી અને ક્રિસમસ સારી રીતે ઉજવી શક્યા ન હતા, પરંતુ આ વખતે અમે દિવાળી પણ સારી રીતે ઉજવી અને હવે ક્રિસમસ પણ ઉજવવા જઈ રહ્યા છીએ. આ વખતે હું HIV અને કોરોના પીડિત મારા બાળકો સાથે ક્રિસમસ ઉજવીશ."

 

(6:01 pm IST)