Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સારાને ખુબ મહેનતુ ગણાવે છે વરૂણ

ડેવિડ ધવન પોતાની જ સુપરહિટ ફિલ્મ કુલી નંબર વનની રિમેક બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાનની જોડી છે. ફિલ્મનું ઘણું ખરૂ શુટીંગ થઇ ગયું છે. વરૂણ અને સારાની જોડી આ ફિલ્મમાં ખુબ જામશે તેવું ફિલ્મ સાથે જોડાયેલા લોકો કહે છે. વરૂણે સારા અલી ખાનના ભરપુર વખાણ કરતાં કહ્યું હતું કે સારા એક શાનદાર સહઅભિનેત્રી છે. અમે એક બીજા સાથે હોઇએ છીએ ત્યારે પાગલ જઇએ છીએ. તે ખુબ જ પ્રોફેશનલ છે અને ખુબ મહેનત કરે છે. આમ પણ જે લોકો ખુબ મહેનત કરતાં હોય છે તે મને વધુ પસંદ છે. સારા પણ મહેનતુ છે. કુલી નંબર વનના ીનર્માતા વાસુ ભગનાની અને જૈકી ભગનાની છે. ડેવિડ અને વાસુ પચ્ચીસ વર્ષ પછી સાથે જોડાયા છે. ૧૯૯૭માં આવેલી આ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર હતાં. ફિલ્મ બ્લોક બસ્ટર નિવડી હતી. ડેવિડે કહ્યું હતું કે મેં ઓરિજીનલ ફિલ્મ બે વખત જોયા પછી રિમેકની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યુ હતું. છ મહિના વિચાર કર્યા પછી ફાઇનલ કર્યુ હતું કે રિમેક બનશે જે. પટકથા માટે લેખિકા રૂમી જાફરી અને સંવાદ માટે ફરહાદ સામજી સાથે એક વર્ષ કામ કર્યુ હતું.

 

(9:52 am IST)