Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

એ.આર.રહેમાનની ફિલ્મ '99 સોન્ગ'માં નજરે પડશે મનીષા કોઈરાલા

મુંબઈ:  અભિનેત્રી મનીષા કોઈરાલા અને લીઝા રે  ગ્રેમી અને ઓસકાર એવોર્ડ વિજેતા  એ.આર.રહેમાનની ફિલ્મ '૯૯ સોંગ્સ'માં અભિનય કરતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે બન્ને અભિનેત્રીઓએ  કેન્સર જેવા જીવલેણ રોગને મ્હાત આપી છે. બન્ને કેન્સર સર્વાઈવર છે.રહેમાને તાજેતરમાં આ ફિલ્મના કલાકારોના  નામની ઘોષણા કરી હતી.  રહેમાન આ ફિલ્મના  લેખક અને સહ-નિર્માતા પણ છે. વિશ્વેશ કૃષ્ણમૂર્તિ દિગ્દર્શિત ''૯૯ સોગ્સ'માં રઘુ રામ અને જેવા કે ઈહાન ભટ્ટ, એડલ્સી વર્ગીઝ  અને તેનેજિન દલ્હા જેવા નવા ચહેરા પણ જોવા મળશે.

(5:30 pm IST)