Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બર્થ-ડેના દિવસે એકશન કરશે સલમાન ખાન

સલમાન ખાન તેના બર્થ-ડેના દિવસે શૂટિંગ કરતો જોવા મળશે. મોટા ભાગના લોકો તેમનો જન્મદિવસ તેમના ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે સેલિબ્રેટ કરે છે, પરંતુ આ વર્ષે સલમાન વર્કિંગ મોડમાં છે. સલમાનની શુક્રવારે 'ટાઇગર ઝિંદા હૈ' રીલીઝ થઇ હતી અને તેણે ગઇ કાલથી તેની આગામી ફિલ્મ 'રેસ-૩'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ર૭ ડિસેમ્બરે સલમાનની બાવનમી વરસગાંઠ છે અને એ દિવસે પણ તે શૂટિંગ કરશે. ગોરેગામમાં આવેલા ફિલ્મસિટીમાં 'રેસ-૩'નું બીજું શેડયુલ ર૪થી ૩૦ ડિસેમ્બર સુધીનું રાખવામાં આવ્યું છ.ે આ શેડયુલમાં સલમાન ફકત એકશનનું શૂટિંગ કરતો જોવા મળશે.

(3:41 pm IST)