Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ટાઇગર ઝિંદા હૈ નો ર દિવસનો બિઝનેસ ૬૯.૪૦ કરોડ

ગઇકાલે ૧૦૦ કરોડની કલબમાં એન્ટ્રી મારી હોવાની શકયતાઃ આજે ક્રિસમસને કારણે થશે ફાયદો

નવી દિલ્હી તા. રપઃ સલમાન ખાનની 'ટાઇગર ઝિંદા હૈ'એ બે જ દિવસમાં ૬૯.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે શુક્રવારે ૩૩.૭પ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પરંતુ એનો અપડેટેડ આંકડો ૩૪.૧૦ છે. શુક્રવારે ૩૪.૧૦ અને શનિવારે ૩પ.૩૦ કરોડની સાથે આ ફિલ્મે ટોટલ ૬૯.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ગઇ કાલે રવિવાર હોવાથી આ ફિલ્મ ૧૦૦ કરોડની કલબમાં દાખલ થઇ ગઇ હશે એવી આશા છે અને આજે ક્રિસમસ હોવાથી આ ફિલ્મને વધુ લાભ થયેલો જોવા મળશે. 'ટાઇગર ઝિંદા હૈ' બીજા દિવસે 'બાહુબલી-ર' અને 'સુલતાન'ના આંકડાને પાર નથી કરી શકી, પરંતુ એ બીજા દિવસે અત્યાર સુધી સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મમાં ચોથા ક્રમે છે.

(3:41 pm IST)