Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બોલીવૂડમાં નથી આવવું, પંજાબી ફિલ્મોથી ખુશ છું: નીરૂ

નીરૂ બાજવા આજે પંજાબી સિનેમાનું ખુબ જાણીતું નામ છે. ૧૯૯૮માં નીરૂએ દેવાનંદની ફિલ્મ 'મૈં સોલાહ બરસ કી' થકી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. આ અભિનેત્રીનું કહેવું છે કે બોલીવૂડમાં અશ્લિલ અનુભવ થયા પછી અહિ કામ કરવાનું જ બંધ કરી દીધું હતું. નીરૂ આજે પંજાબી ફિલ્મોમાં ખુબ આગળ પડતું નામ ધરાવે છે. તેની તાજી પંજાબી ફિલ્મ 'શદા' છે. જેમાં તેણે દિલજીત દોસાંજ સાથે કામ કર્યુ છે. નીરૂએ કહ્યું હતું કે મને હિન્દી ફિલ્મો માટેની એક મિટીંગમાં ખુબ જ અશ્લિલ અનુભવ થયો હતો. હું એ વર્તનથી ખુબ ડઘાઇ ગઇ હતી.  હું બોલીવૂડમાં કદી પણ કામ કરવા ઇચ્છતી નથી, પંજાબી ફિલ્મોથી જ અત્યંત ખુશ છું.

 

(10:02 am IST)
  • મધ્ય ગુજરાતમાં સર્વત્ર મેઘમહેરઃ ૪ ઇંચઃ દક્ષિણ ગુજરાતમાં પણ અઢીથી ૩ ઇંચઃ જેઠ માસના અંતિમ સપ્તાહમાં પણ વરસાદની ઘટ access_time 11:37 am IST

  • આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે : આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ જશે access_time 3:28 pm IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST