Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગોવામાં બોયફ્રેન્ડ સાથે લંચ ટેબલ પર દેખાઈ પ્રિયંકા:સગાઇ થવાની શકયતા

ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને કઝિન પરિણીતી ચોપરાપણ ટેબલમાં ગોઠવાયા

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના બ્રોયફ્રેન્ડ નિક જોનાસ, ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને કઝિન પરિણીતી ચોપરા સાથે ગોવામાં છે  સોમવારે પ્રિયંકા અને પરિણીતીનો વરસાદમાં ડાંસ કરતો એક વીડિયો આવ્યો હતો અને હવે તેમની એક તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં પ્રિયંકા, નિક અને પરિણીતી લંચ કરતા દેખાઈ રહ્યા છે.

  બોયફ્રેન્ડ અને પરિવાર સાથે ગોવા પહોંચ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિક સગાઈ કરી શકે છે. નિક ગુરુવારે પ્રિયંકા સાથે ભારત આવ્યો હતો. બાદ બંને પ્રિયંકાની મમ્મી મધુ ચોપરા સાથે ડિનર પર ગયો હતો. કેટલાક દિવસો પહેલા એક એવો વીડિયો નિક જોનાસે પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

(11:14 pm IST)