Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બોલીવુડની બેચેની વધારવા આવી રહી છે વધુ એક હોલીવુડ ફિલ્મ

મુંબઈ: બોલીવુડમાં હાલમાં એક પછી એક ટક્કર આપનારી હોલીવુડ  ફિલ્મો આવતી રહે છે મોટા હિન્દી ફિલ્મ મેકર્સ હોલીવુડ ફિલ્મોની સફળતાનાં કારણે બેચેની અનુભવી રહ્યા છે કે હોલીવુડ ફિલ્મોમાં એવુંતો શું છે કે જેના કારણે હિન્દી ફિલ્મોથી દર્શકો દૂર જતા રહે છે 29 જૂનના રોજ બોલીવુડની બેચેની વધારનાર ફરી એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જે એક્શન એડવેન્ચર મિસ્ત્રી અને સસ્પેન્સથી ભરપૂર એસ્કેપ પ્લાન 2 છે હોલીવુડની આ ફિલ્મમાં એ બધું જ છે જેની આશા દર્શકોને હોય છે.

(6:31 pm IST)