Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઐશ્વર્યા રાય બચ્ચ તેમની આગામી ફિલ્મના ગીતના શબ્દો પસંદ ન આવતા ફેરફાર કરાવ્યો

મુંબઇ:ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો  છે. અભિનેત્રીને તે ગીતના શબ્દો પસંદ પડયા નહોતા જેથી તેણે નિર્માતા-દિગ્દર્શકને ગીત બદલવાની વિનંતી કરી હતી જે માન્ય રાખવામાં આવી હતી. તરત જ એ ગીતના સ્થાને નવું ગીત લેવામાં આવ્યું.

'' 'ફેવિકોલ સે કડીથી શરૃ થતું ગીત ઐશ્વર્યાને પસંદ પડયું નહોતું. તેન ેએ ગીતના શબ્દો જચ્યા નહોતા. તેથી તેણે એ ગીતમાં ફેરફારની વાત કરી જે માન્ય રાખીને 'હલ્કા હલ્કા સા ખુમાર હૈ લેવામાં આવ્યું. અભિનેત્રી ગીતની કોરિયોગ્રાફીથી પણ ખુશ નહોતી. બે દિવસના સખત કોરિયોગ્રાફી અને શૂટિંગ બાદ પણ ઐશ્વર્યાને સંતોષ થયો નહોતો. તેથી નિર્માતાએ અભિનેત્રીને વિનંતી માન્ય રાખી હતી.

(6:30 pm IST)