Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

IIFA એવોર્ડ્સ 2018 :દિવંગત શ્રીદેવીને બેસ્ટ અભિનેત્રી અને ઈરફાનખાનને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ

અભિનેત્રી રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર પરફોર્મ કર્યું : બૉબી દેઓલે પણ ફિલ્મ ‘બરસાત’નાં ગીત પર ડાન્સ કર્યો

IIFA એવોર્ડ્સ 2018 એવોર્ડ ભૂબ જ ખાસ રહયો હતો આ વખતે 20 વર્ષ પછી અભિનેત્રી રેખાએ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતુ.જયારે  બૉબી દેઓલે પણ ફિલ્મ ‘બરસાત’નાં ગીત પર ડાન્સ કર્યો હતો.

 દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ ‘મૉમ’ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ ઇરફાન ખાનને ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ માટે આપવામાં આવ્યો હતો.

 એવોર્ડ લેતા બૉની કપૂરે કહ્યું કે, “હું તેને મારા જીવનમાં દરેક ક્ષણ અને દરેક સેકન્ડે મિસ કરું છું. હું અત્યારે અનુભવ કરું છું કે તે અહી મારી આસપાસ જ છે. હું ઇચ્છુ છું કે તમે બધા જ્હાન્વીને સોપર્ટ કરો જેવી રીતે તમે તેની માનો સાથ આપ્યો.”

(11:36 am IST)