Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ટીવી પરદાની હોટ વહૂ નિયાએ ફરીથી જગાવી ચર્ચા

એશિયાની નંબર વન સેકસી સુપરસ્ટાર અને ટીવી પરદાની હોટ અભિનેત્રી નિયા શર્મા સતત બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહે છે. વેબસિરીઝમાં પણ તે હોટ દ્રશ્યો આપતી રહે છે. અવાર-નવાર હોટ અને બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી નિયાએ ફરીથી ચર્ચા જગાવી છે. ઝી ગોલ્ડ એવોર્ડ ફંકશનમાં નિયાએ એવો ડ્રેસ પહેર્યો હતો કે તેના કારણે બધા જ તેને જોઇ રહ્યા હતાં. તેનો આ સોૈથી વધુ બોલ્ડ લૂક હતો. તે સફેદ રંગના ડ્રેસ સાથે ફંકશનમાં પહોંચી હતી. આ ડ્રેસ સાથેની તેની તસ્વીરોએ ધમાલ મચાવી હતી. ૨૦૧૬માં પણ ગોલ્ડ એવોર્ડ વખતે નિયાએ બોલ્ડ ડ્રેસ પહેરીને તહેલકો મચાવ્યો હતો. નિયાએ ટીવી પરદે એક હજારો મેં મેરી બહેના હૈ નામના શો થકી કારકિર્દી શરૂ કરી હતી. તે ફરી એકવાર ટીવીની સંસ્કારી વહૂની ઇમેજ તોડતી જોવા મળી હતી.

(9:20 am IST)