Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ફિલ્મ યુરી માટે યામી ગૌતમની તડામાર તૈયારી શરૂ

મુંબઇ:અભિનેત્રી યામી ગૌતમે પોતાની આગામી ફિલ્મ યુરીના પોતાના પાત્ર માટે પૂર્વતૈયારી શરૃ કરી દીધી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મ છે યુરી. આગલા વર્ષના સપ્ટેંબરમાં પાકિસ્તાને યુરીમાં સુતેલા ભારતીય લશ્કરના જવાનો પર કરેલા હુમલા પછી ભારતીય લશ્કરે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં વીકી કૌશલ મુખ્ય રોલ કરી રહ્યો છે જેણે તાજેતરમાં મેઘના ગુલઝારની ફિલ્મ રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ કર્યો હતો. યુરી ફિલ્મમાં યામી એક ઇન્ટેલિજન્સ ઑફિસર (ગુપ્તચર અધિકારી)નો રોલ કરે છે અને એ માટે એણે ફિટ દેખાવાનું છે. એ માર્શલ આર્ટ્સની તાલીમ પણ લઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું. યામી જે પાત્ર ભજવવાની છે એ ભારતીય લશ્કરને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં સહાય કરે છે એવું કથામાં વણી લેવામાં આવ્યું છે. યામીની નિકટનાં સૂત્રોએ કહ્યુ કે યામીએ એક્સપર્ટ ટ્રેનરની સલાહ અનુસાર ડાયેટ અને વર્ક આઉટ શરૃ કરી દીધાં હતાં.
 

(4:42 pm IST)