Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અલી અબ્બાસ ઝફરે ફિલ્મ ભારત માટે દિશા પટનીને કરી સાઈન

મુંબઇ:  બાગી ટુની હીરોઇન દિશા પટનીને વધુ એક લવ સ્ટોરીમાં તક મળી છે. ટોચના ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફરે એને ભારત ફિલ્મ માટે સાઇન કરી હોવાની માહિતી મળી હતી. અગાઉ જાહેર થઇ ચૂક્યું છે એમ આ ફિલ્મમાં સલમાન વીસ વર્ષના યુવાનથી માંડીને ૭૦ વર્ષના જૈફ સુધીની પાત્ર યાત્રા કરશે. એના યુવાનીના પાત્રનો સંપર્ક દિશા સાથે થાય છે એવું કથામાં આવરી લેવામાં આવ્યું છે. દિશાનું પાત્ર આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પાત્ર કરતાં ઘણું નાનું પણ મહત્ત્વનું છે એમ જાણવા મળ્યું હતું. બાગી ટુ હિટ નીવડી ત્યારે ટાઇગર શ્રોફને મોટા બેનરની ફિલ્મ મળી એ વાતે દિશા નારાજ થઇ હતી અને બાગી ટુનો બધો યશ ટાઇગરનેજ મળી રહ્યો છે એવું વિધાન પણ કર્યું હતું. હવે એેને સલમાન ખાન સાથે ચમકવાની તક મળી છે એટલે એનો રોષ અને આક્રોશ શાંત થશે એવું એની નિકટનાં સૂત્રો કહે છે. જો કે દિશાને રિતિક રોશન સાથે પણ એક મોટી ફિલ્મ મળી રહી છે. એ ફિલ્મ રોહિત ધવન બનાવી રહ્યો છે. આ ફિલ્મ માટે જો કે તબુને પણ સાઇન કરવામાં આવી છે. આમ અત્યારે દિશાને બે મોટી ફિલ્મ મળી હતી. એ ઉપરાંત દિશા સંઘમિત્રામાં પણ ચમકી રહી છે.
 

(4:42 pm IST)