Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨'નું મોશન પોસ્ટર રિલીઝ

મુંબઈ:કરણ જોહરની ધર્મા પ્રોડક્શનમાં બની રહેલ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફની સાથે તારા સુતારીયા અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મના પોસ્ટરોએ પહેલાથી જ ખૂબ જ ચર્ચા જગાવી છે ત્યારે ફિલ્મ મેકર્સ દ્વારા હવે ફિલ્મનુ મોશન પિક્ચર રીલીઝ કરવામાં આવ્યુ છે. આ મોશન પોસ્ટરને ફિલ્મના ત્રણેય સ્ટાર્સની સાથે તૈયાર કરાયુ છે, જેને તેમણે પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યુ છે. મહત્વનુ છે કે આ ફિલ્મ મારફતે તારા અને અનન્યા બન્ને ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં રીલીઝ થયેલ કરણ જોહરની સુપરહિટ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરની સિક્વલ છે, જેમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા નજરે પડયા હતા. 

(4:41 pm IST)