Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મહાદેવ સટ્ટાબાજી કૌભાંડ: અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર પોલીસે ફટકાર્યું સમન્સ

મુંબઈ: કરોડો રૂપિયાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની ચાલી રહેલી તપાસમાં બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર પોલીસે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.અધિકારીઓએ જણાવ્યું કે, તમન્ના ભાટિયાએ કથિત રીતે મહાદેવની ગ્રૂપ એપમાંથી એક ફેરપ્લે એપ પર આઈપીએલ જોવાનો પ્રચાર કર્યો હતો.અભિનેત્રીને તેનું નિવેદન નોંધવા માટે સોમવારે 29 એપ્રિલે સાયબર પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.કેટલીક આંતરરાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પણ મહાદેવ એપ કૌભાંડની તપાસ કરી રહી છે, જેની કિંમત રૂ. 6,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.2021માં આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ અનેક મનોરંજન હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય સમર્થન ધરાવતા અન્ય લોકોની સંડોવણી સામે આવી હતી.સમગ્ર ભારતમાં આ કેસમાં છ ડઝનથી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે અને મની-લોન્ડરિંગનું પાસું પ્રકાશમાં આવતાની સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

 

(5:22 pm IST)