Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

‘પુષ્‍પા ૨'ના પહેલા ગીતની ઝલક આવી સામેઃ અલ્લુ અર્જુનનો અંદાજ જોવા જેવો

પહેલું ગીત ૧ મેના રોજ રિલીઝ થશેઃ આખું ગીત સવારે ૧૧.૦૭ વાગ્‍યે રિલીઝ થશે

મુંબઈ,તા. ૨૫: સાઉથ સિનેમાના સુપરસ્‍ટાર અલ્લુ અર્જુન આગામી ફિલ્‍મ શ્નપુષ્‍પા ૨૨+માટે લાઈમ લાઈટમાં છે. તાજેતરમાં જ ફિલ્‍મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્‍યું હતું, ત્‍યારબાદ હવે મેકર્સે પહેલા ગીતનો પ્રોમો રિલીઝ કર્યો છે.‘પુષ્‍પાઃ ધ રાઇઝ'એ અલ્લુ અર્જુનને સમગ્ર ભારતનો સ્‍ટાર બનાવી દીધો હતો. આ ફિલ્‍મની સફળતા બાદ હવે ચાહકો ‘પુષ્‍પા ૨'ના રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

થોડા દિવસો પહેલા આ ફિલ્‍મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું હતું, જેણે ફિલ્‍મ માટે ચાહકોની ઉત્‍સુકતા વધારી દીધી છે. હવે મેકર્સે ‘પુષ્‍પા ૨'ના પહેલા ગીતની એક ઝલક શેર કરી છે. અલ્લુ અર્જુને ફિલ્‍મના પહેલા ગીતની ઝલક બતાવી છે. જે વીડિયોમાં ‘પુષ્‍પા'ના હાથની આંગળીઓ જોઈ શકાય છે અને એક નખ પર નેઈલ પેઈન્‍ટ છે.સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ ગીતને દેવી શ્રી પ્રસાદે ગાયું છે, જેઓ આ ફિલ્‍મના મ્‍યુઝિક ડિરેક્‍ટર છે.

ગીતની માત્ર એક નાની ઝલક જોવા મળી છે. પરંતુ આનાથી સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ છે.ચાહકોનું માનવું છે કે અલ્લુ અર્જુનની આ ફિલ્‍મ તેની અગાઉની ફિલ્‍મની સાથે સાથે આ વર્ષની કેટલીક બોલિવૂડ ફિલ્‍મોના રેકોર્ડ તોડી નાખશે. ફિલ્‍મ ‘પુષ્‍પા ૨'નાં આ પહેલું ગીત ૧ મેના રોજ રિલીઝ થશે. આખું ગીત સવારે ૧૧.૦૭ વાગ્‍યે રિલીઝ થશે. અલ્લુ અર્જુનના લુકની સાથે રશ્‍મિકા મંદાનાનો લુક પણ સામે આવ્‍યો છે.

(10:00 am IST)