Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

બિહારના ગરીબ બાળકોને પ્રોત્સાહિત કરતા અભિનેતા ઋતિક રોશન

મુંબઇ:બિહારના ગરીબ બાળકોને ગણિતમાં નિપુણ બનાવીને આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા યોગ્ય બનાવતા પટણાના ગણિતજ્ઞા આનંદકુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ના સેટ પર ટોચનો અભિનેતા રિતિક રોશન સાથેના બાળકલાકારોને સતત પ્રોત્સાહિત કરતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સેટ પરના એક યુનિટ મેમ્બરે કહ્યું કે ફિલ્મમાં જે વયજૂથનાં બાળકો છે એ વયજૂથનાં બે બાળકોનો પિતા હોવાથી રિતિક આ બાળકોના મૂડ અને મનોદશાને બરાબર સમજી શકે છે. એટલે એ પોતે બાળકો સાથે બાળક બની જઇને એ બાળ કલાકારોને સતત પાનો ચડાવતો રહે છે ેએને લઇને ફિલ્મનું કામ સરળ રીતે આગળ વધી રહ્યું છે.

(6:00 pm IST)