Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કાર્તિકને મળી મોટી ફિલ્મઃ ક્રિતી હિરોઇન

સોનૂ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. આ ફિલ્મ હીરો કાર્તિક આર્યનને પણ ખુબ ફળી છે. આ કારણે તે મોટા નિર્માતા-નિર્દેશકોની નજરે આવી ગયો છે. કાર્તિકે યુવાઓમાં ખાસ ઘેલુ લગાડ્યું છે. આ કારણે જ કાર્તિકને મોટી ફિલ્મ મળી ગઇ છે. દિનેશ વિઝને તેને સાઇન કર્યો છે. દિનેશ અગાઉ સૈફ અલી ખાન સાથે અનેક ફિલ્મો બનાવી છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષમણ ઉતેકર કરશે. લક્ષમણ આ પહેલા બે મરાઠી ફિલ્મ બનાવી ચુકયા છે. એ ફિલ્મોને અનેક પુરસ્કાર મળ્યા હતાં. ડિયર જિંદગી, ઇંગ્લિશ વિંગ્લીશ, ૧૦૨ નોટ આઉટ જેવી ફિલ્મો માટે લક્ષમણે સિનેમાટોગ્રાફીનું કામ પણ કર્યુ છે. કાર્તિકની ફિલ્મમાં હિરોઇન તરીકે ક્રિતી સેનનને લેવાનું ફાઇનલ થઇ ગયું છે. કાર્તિક પાસે બીજી ફિલ્મોની ઓફરો પણ છે. તેની વાતચીત ચાલી રહી છે.

 

(9:31 am IST)