Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ટીવીની સંસ્કારી પુત્રવધૂ હિના ખાનનો જોવા મળ્યો બોલ્ડ લુક

મુંબઈ: સંસ્કારી પુત્રવધૂ તરીકે ટેલીવીઝન દુનિયામાં પ્રખ્યાત 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ અક્ષરા એટલે કે હિના ખાન આજકાલ માલદીવમાં રજાઓ માણી રહી છે. આ સમય દરમિયાન તે સતત તેની તસવીરો ચાહકો સાથે શેર કરી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો બિકીની અવતારમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોથી હિના હોટ લાગી રહી છે. ચાહકોને તેમના સેક્સી અવતાર ખૂબ જ ગમે છે અને તેઓ હિના ખાનની આ તસવીરો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટેલીવીઝન દુનિયાથી લઈને ફિલ્મ જગત સુધીની સફર કરનારી એક સુંદર અભિનેત્રી હિના ખાન ઘણીવાર તેની અભિનયની સાથે સાથે તેના લુક, સ્ટાઇલ અને ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહે છે.

(4:49 pm IST)