Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

નુસરત ભરૂચાની અજીબ દાસ્તાન્સ

નુસરત ભરૂચા હવે અજીબ દાસ્તાન નામની ફિલ્મ કરી રહી છે. અગિયાર વર્ષ પહેલા તેલુગુ ફિલ્મ તાજ મહેલથી અભિનય શરૂ કરનારી નુસરતે એ પછી હિન્દી ફિલ્મ લવ સેકસ ઓૈર ધોખાથી શરૂઆત કરી હતી. પ્યાર કા પંચનામા, આકાશવાણી, ડર-ધ મોલ, મેરઠીયા ગેંગસ્ટર, પ્યાર કા પંચનામા-૨ સહિતની ફિલ્મો પછી સોનુ કે ટીટૂ કી સ્વીટીએ તેને રાતોરાત ઓળખ અપાવી હતી. છેલ્લે તે ડ્રીમ ગર્લ, મરજાવા, જય મમ્મી દી અને છલાંગમાં જોવા મળી હતી. નવા પ્રોજેકટ તરીકે તેના હાથ પર હુડદંગ અને છોરી નામની ફિલ્મો છે. ત્યાં તેને વધુ એક ફિલ્મ મળી ગઇ છે. જેનું નામ અજીબ દાસ્તાન્સ છે. જેમાં તે અભિષેક બેનર્જી સાથે ફરી એક વખત જોવા મળશે. અભિષેક સાથે તે ડ્રીમગર્લમાં પણક ામ કરી ચુકી છે. જો કે તેમાં તેની જોડી આયુષ્યમાન સાથે હતી. અજીબ દાસ્તાન્સમાં તે અભિષેક સાથે રોમાન્સ કરવાની છે. અભિષેક હાલમાં અરૂણાચલ પ્રદેશમાં વરૂણ ધવન સાથે ભેડીયાનું કામ કરી રહ્યો છે. રશ્મિ રોકેટ અને આંખ મિચોલીમાં પણ તે કામ કરી રહ્યો છે.

(10:24 am IST)