Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

હોરર કોમેડી માટે મોૈનીની તૈયારી

મોૈની રોય એવી અભિનેત્રી છે જે ટીવી પરદેથી ફિલ્‍મી પરદે આવી છે. અહિ આવતાંની સાથે જ તેણે સફળતાઓ મળવા માંડી છે. ક્‍યું કી સાસ ભી કભી બહૂ થી શો દ્વારા જાણીતી બનેલી મોૈનીએ પંજાબી ફિલ્‍મ પણ કરી છે. જોલ્‍ડ, કેજીએફ, રોમીયો અકબર વોલ્‍ટર, મેડ ઇન ચાઇના, લંડન કોન્‍ફીડેન્‍શિયલ સહિતમાં કામ કર્યા પછી ગયા વર્ષે તે બ્‍લોકબસ્‍ટર બ્રહ્માષામાં જુનૂનના રોલમાં જોવા મળી હતી. તેના આ પાત્ર માટે તેની ખુબ પ્રસંશા થઇ હતી. મોૈનીએ હવે આગામી પ્રોજેક્‍ટની શરૂઆત કરી દીધી છે. તે વધુ એક વખત દર્શકોને ચોંકાવવા આવશે. આગામી ફિલ્‍મ ધ વર્જીન ટ્રી માટે તે તડામાર તૈયારીમાં છે. આ સિવાયની ફિલ્‍મો પણ તેના હાથ ઉપર છે. ધ વર્જીન ટ્રીનું નિર્માણ સંજય દત્ત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હોરર કોમેડી ફિલ્‍મમાં મોૈની સાથે પલક તિવારી અને સની સિંહ મુખ્‍ય ભુમિકામાં છે.

(10:44 am IST)