Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ત્રીસ દિવસનું શુટીગ શેડ્યુલ પુરૂ કર્યુ પૂજા હેગડેએ

બોલીવૂડ અને સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે પાસે હાલમાં મોટા પ્રોજેકટ હાથ પર છે. તેણે તાજેતરમાં જ સુપરસ્ટાર પ્રભાસ સાથેની પોતાની ફિલ્મ 'રાધેશ્યામ'ના શુટીંગનું લાંબુ શેડ્યુલ પુરૂ કર્યુ હતું. સતત ત્રીસ દિવસના આ શેડ્યુલનું પુરૂ કરી તે હૈદરાબાદથી મુંબઇ પહોંચી હતી અને ખુશી વ્યકત કરી હતી. આ ફિલ્મ પિરીયડ રોમાન્ટીક ડ્રામા છે. તેર ઓકટોબર ૧૯૯૦માં મુંબઇમાં જન્મેલી પૂજાએ એમએમકે કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ૨૦૧૦માં મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. એ પછી વર્ષ ૨૦૧૨માં તમિલ ફિલ્મથી અભિનય શરૂ કર્યો હતો. બોલીવૂડમાં તેણે રિતીક રોશન સાથે એ વર્ષમાં જ મોહન-જો-દડો કરી હતી. ફિલ્મ ચાલી નહોતી પણ પૂજાનો અભિનય વખણાયો હતો. તેની પાસે બોલીવૂડમાં હાલમાં રોહિત શેટ્ટીની સરકસ પણ છે. આ ઉપરાંત મોસ્ટ એલિજીબલ બેચલર નામની ફિલ્મ પણ તે કરી રહી છે.

(9:55 am IST)
  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • અર્ણબ ગોસ્‍વામીએ મને ૧૨ હજાર ડોલર અને ૪૦ લાખ રૂપિયા આપ્‍યા : પુર્વ બાર્ક સીઇઓએ સ્‍વીકાર્યુ : મુંબઇ પોલીસે કબુલ કર્યુ હોવાનો કર્યો દાવો access_time 3:31 pm IST

  • ૧ લી ફેબ્રુઆરી બજેટના દિવસે દિલ્હીમાં સંસદ ભવન પર કૂચ લઈ જશે કિસાનો આવતીકાલની કિસાન રેલી પહેલાં મોટી જાહેરાત: પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે જ સંસદ ભવન કૂચ લઈ જવાની ખેડૂત નેતાઓની જાહેરાત : આ દિવસે કેવી રીતે ક્યાં જવાનું છે તે અમે 28 જાન્યુઆરીએ નક્કી કરશું: દર્શન પાલ, ક્રાંતિકારી કિસાન યુનિયનની જાહેરાત access_time 8:15 pm IST