Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

'મુકાબલા મુકાબલા'ની ફરી ધૂમ

નેવુંના દસકમાં કોઇ ભાગ્યે જ એવું હશે જેણે મુકાબલા મુકાબલા ગીત સાંભળ્યું ન હોય. પ્રભુદેવાનું આ બહુચર્ચીચ ગીત ફરી એક વખત નવા અંદાજમાં આવ્યું છે. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રીડીના નિર્માતાએ મુકાબલા ગીતને નવા વર્ઝન સાથે રિલીઝ કર્યુ છે. આ ગીતમાં પ્રભુદેવા સાથે વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂર પણ થીરકી રહ્યા છે. ગીતને યશ નારવેકર અને પરંપરા ઠાકુરે સ્વર આપ્યો છે. તો તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું છે. આ ગીત ૧૯૯૪માં આવેલી ફિલ્મ હમ સે હૈ મુકાબલામાં પ્રભુદેવા પર ફિલ્માવાયું હતું અને સુપરહિટ નિવડ્યું હતું. જેમાં સંગીત એ.આર. રહેમાને આપ્યું હતું. ત્યારે એ ગીત નગૂર બાબુ અને સ્વર્ણ લત્તાએ ગાયું હતું. હવે સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં આ ગીતનું રિક્રીએટ વર્ઝન લેવાયું છે. નવા વર્ષની પાર્ટીઓમાં આ ગીત ખુબ ધમાલ મચાવશે તેવી શકયતા છે. સ્ટ્રીટ ડાન્સર થ્રીડી ૨૪મી જાન્યુઆરીએ રિલીઝ થશે. રેમો ડિસુઝા નિર્મિત આ ફિલ્મમાં વરૂણ, શ્રધ્ધા સાથે નોરા ફતેહી મુખ્ય રોલમાં છે. પ્રભુદેવાનો પણ ખાસ રોલ છે. થ્રી-ડી ઉપરાંત ફોર-ડી અને આઇમેકસ ફોર્મેટમાં પણ રિલીઝ થશે.

(9:49 am IST)