Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

દરેક સહકલાકાર પાસેથી કંઇક શીખવા મળે છેઃ યામી ગોૈતમ

વિક્કી ડોનર જેવી ફિલ્મ થકી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી યામી ગોૈતમ ફરી બત્તી ગૂલ મિટર ચાલુ ફિલ્મ થકી ચાહકો સામે આવી છે. આ ફિલ્મમાં તે વકિલના રોલમાં છે. યામીએ તાજેતરમાં કહ્યું હતું કે આજના યુગમાં દરેક મહિલાઓના શિક્ષણ પર વધુ મહત્વ આપવું જરૂરી છે, તેમજ મહિલાઓને લગતાં ગુનાઓ અટકાવવા જરૂરી છે. વકિલના રોલ માટે યામી મુંબઇ હાઇકોર્ટમાં ગઇ હતી અને ત્યાંની ગતિવિધીઓ નિહાળી વકિલો પાસેથી માહિતી લીધી હતી. યામી કહે છે હું મારા દરેક સહકલાકાર પાસેથી કંઇને કંઇ શીખી રહી છું. એ કલાકારો સિનીયર હોય કે જુનિયર હોય બધા પાસે કંઇક નવું હોય છે. રિતીક ખુબ મહેનતું છે. યામી કહે છે હું મારી બહેન સુરીલી મારી સાથે મુંબઇ આવી જતાં હું ચિંતામુકત થઇ ગઇ છું. અમે તણાવના સમયમાં સ્વિમિંગ અને ડાન્સ કરીએ છીએ. અફવા આજે દરેક અભિનેત્રીની જિંદગીનો ભાગ છે. હું અફવાઓ તરફ ધ્યાન આપતી નથી.

(9:50 am IST)