Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રિતિક રોશને પરિવારના સભ્યો સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશનું કર્યું વિર્સજન

મુંબઈ: અભિનેતા રિતિક રોશન અને તેના પરિવારે શનિવારે ભગવાન ગણેશનું સ્વાગત કર્યા બાદ તેમને વિદાય આપી હતી. રિતિક રોશનની માતા પિંકી રોશને ઇકો ફ્રેન્ડલી નિમજ્જન સમારોહની ઝલક શેર કરી. અભિનેતા રિતિક રોશનના પરિવારજનો ભગવાન ગણેશને વિદાય આપવા માટે એકત્ર થયા હતા. અભિનેતાની માતા પિંકી રોશને તેના ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પિન્કીએ આ તસવીરો શેર કરી અને લખ્યું - 'પરંપરા. કુટુંબ. લવ. અને મારા પ્રિય  ગણેશ. અમને હંમેશાં દુષ્ટતાથી બચાવવા બદલ આભાર. ' તસવીરમાં રૂત્વિક રોશન અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝાન ખાન, તેમના બંને પુત્રો રિહાન અને રિદાન, માતા પિંકી રોશન, પિતા ફિલ્મ નિર્માતા રાકેશ રોશન, રૂત્વિકની બહેન સુનૈના અને પરિવારના અન્ય એક સભ્યએ ડ્રમમાં ભગવાન ગણેશનું નિમજ્જન કર્યું હતું. કારણ કે માટીની મૂર્તિ ઠંડા પાણીમાં ડૂબી છે. બોલિવૂડના અન્ય ઘણા પરિવારોએ ગણેશ ઉત્સવની ઉજવણી કરી.

(5:19 pm IST)