Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કામ ચાલતું રહેવું જોઇએઃ અક્ષય કુમાર

કોરોનાના પ્રકોપ વચ્ચે પણ લોકો કામે વળગી ગયા છે. મહિનાઓ સુધી ફિલ્મો અને ટીવી શોના શુટીંગ પણ બંધ હતાં. હવે ધીમે-ધીમે ગાડી પાટે ચડી રહી છે. બોલીવૂ૯ના ખિલાડી અક્ષય કુમારની નવી ફિલ્મનું શુટીંગ પણ ચાલુ થઇ ગયું છે. તે ફિલ્મ 'બેલ બોટમ'ના શુટીંગમાં વ્યસ્ત થયો છે. તેણે તાજેતરમાં એક વિડીયો પોસ્ટ કરીને લખ્યું હતું કે-કામ ચાલતું રહેવું જોઇએ. આ ફિલ્મનું શુટીંગ સ્કોટલેન્ડમાં ચાલી રહ્યું છે. લાઇટ્સ, કેમેરા, માસ્ક, એકશન સાથે અક્ષયએ શુટીંગ શરૂ કર્યુ છે. ફર્સ્ટ ફલેપ શોટનો એક વિડીયો તેણે પોસ્ટ કરીને આ વાત કરી હતી. તમામ નિયમોને ધ્યાને રાખીને બેલ બોટમનું શુટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મુશ્કેલીભર્યો સમય છે, પણ કામ ચાલું જ રહેવું જોઇએ. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. અક્ષય કુમાર અને ફિલ્મના બીજા સ્ટાર તથા ક્રુ મેમ્બર્સ થોડા દિવસો પહેલા સ્કોટલેન્ડ જવા રવાના થયા હતાં. ત્યારે બધાએ માસ્ક અને ફેસ શીલ્ડ પહેર્યા હતાં. એંસીના દસકની કહાની બેલ બોટમમાં જોવા મળશે. જેમાં અક્ષય જાસૂસના રોલમાં છે. વાણી કપૂર તેની પત્નિનો રોલ નિભાવી રહી છે.

(9:26 am IST)