Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અર્જૂન અને જોનની ટક્કર જાદૂ જગાવશે કે કેમ?

સિધ્ધાર્થ કપૂર, શ્રધ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ એક વિલન જબરદસ્ત સફળ રહી હતી. હવે મોહિત સૂરી અને એકતા કપૂર મળીને એક વિલન-૨ બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે મોહિતના પ્રિય અભિનેતા આદિત્ય રોય કપૂરને પસંદ કરી લેવાયો હતો. પણ તેણે ફિલ્મ છોડી દીધી હતી. હવે આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને અર્જૂન કપૂરની એન્ટ્રી થઇ છે. આ બંને એક બીજા સામે ટક્કર લેતાં જોવા મળશે. આદિત્યએ ફિલ્મ કરવાનું માંડી વાળતા તેની જગ્યાએ અર્જૂનને લેવામાં આવ્યો છે. અર્જૂનની પાછલી ફિલ્મો બોકસ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નતી. આ કારણે હવે તેને એક હિટની ખાસ જરૂરી છે. હાફ ગર્લફ્રેેન્ડમાં અર્જૂન અને મોહિત સાથે કામ કરી ચુકયા છે. આ કારણે બંને એક બીજાને સારી રીતે જાણે છે. ૨૦૧૪માં આવેલી એક વિલને તે વખતે સો કરોડની કમાણી કરી હતી અને ફિલ્મી પંડિતોને ચોંકાવી દીધા હતાં. અર્જૂન અને જોન રિતેશ-સિધ્ધાર્થ જેવો જાદૂ જગાવશે કે કેમ તે જોવું રહ્યું. તારા સુતારીયા અને દિશા પટાની પણ મુખ્ય રોલમાં છે.

(9:26 am IST)